Tuesday, March 29, 2011

રાજયભરની સસ્તા અનાજની દુકાનો હવે આરટીઆઇ હેઠળ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ;Published on 26 Mar-2011,
સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિઓ કાંઇક અંશે દૂર થાય તેવો મહત્ત્વનો ઓર્ડર રાજય માહિતી કમિશનરે આપ્યો છે. એક આરટીઆઇને ઘ્યાનમાં રાખી માહિતી કમિશનરે રાજયના પુરવઠા વિભાગને ઓર્ડર કર્યોહતો કે પુરવઠામાં ગેરરીતિ અંગે અનેક ફરિયાદ આવે છે ત્યારે સસ્તા અનાજની દુકાનમાં માહિતી કંમ્પોનન્ટ છે કે નહીં ? આ ઓર્ડરના અનુસંધાનમાં ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે રાજયની ૧૪ હજાર સસ્તા અનાજની દુકાનોને જાહેર સત્તામંડળ હેઠળ આવરી લઇ ફરજિયાતપણે લોકો જોઇ શકે તે રીતે અનાજ અને બીજી વસ્તુની યાદી, તેનો સ્ટોક, તે કેટલા લોકોનો અને કેટલા કિંમતે ફાળવવામાં આવ્યા તે વગેરે વિગતો જાહેર કરવા આદેશ આપ્યો છે.
સસ્તા અનાજની દુકાનો પ્રાઇવેટવિભાગમાં આવે છે. સસ્તા અનાજની દુકાન જાહેર સત્તામંડળ હેઠળ આવતી ન હોય ના નિયમો લાગુ પડતા ન હતા. જો કે ગત જાન્યુઆરી મહિનામાં અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના વિધાર્થી ભદ્રેશ વાંજાએ કરેલી આરટીઆઇની અરજી બાદ ચાલુ મહિનામાં સરકયુલર બહાર પાડયો છે.
ભદ્રેશે સ્થાનિક પુરવઠા અધિકારી પાસે માહિતી માગી હતી કે સલડી ગામની સસ્તા અનાજની દુકાનમાં એપીએલ(ગરીબી રેખા ઉપર) લોકો માટે કેટલું અનાજ ફાળવાયું છે ? આ મામલે ભદ્રેશને ધાકધમકી મળતા માહિતી અધિકાર પહેલા ગુજરાત સંસ્થાની મદદથી મામલો રાજય માહિતી કમિશનર સુધી પહોંરયો હતો. સ્થિતિની ગંભીરતા સમજી માહિતી કમિશનર આર. એન. દાસે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય સેક્રેટરીને આ ઓર્ડર કર્યો. કમિશનરના ઓર્ડર બાદ સસ્તા અનાજની દુકાનોની જવાબદારી ફિકસ કરતો જીઆર બહાર પાડયો હતો.